VIDEO: ચોમાસાને લઈને DEOની શાળાઓને મહત્વપૂર્ણ સૂચના, વિદ્યાર્થીઓની સલામતી પર ભાર
અમદાવાદમાં ચોમાસું સક્રિય થતાં જિલ્લા શિક્ષણ અધિકારીએ શહેરની તમામ શાળાઓને મહત્

અમદાવાદમાં ચોમાસું સક્રિય થતાં જિલ્લા શિક્ષણ અધિકારીએ શહેરની તમામ શાળાઓને મહત્વપૂર્ણ સૂચનાઓ આપી છે. ભારે વરસાદની સ્થિતિમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપવા અને જરૂરી નિર્ણય લેવા શાળા સંચાલકોને જણાવાયું છે. DEOએ વિદ્યાર્થીઓના આવવા-જવાના માર્ગોની નિયમિત ચકાસણી કરવા સૂચના આપી છે, જેથી પાણી ભરાવા, રસ્તા બંધ થવા જેવી સ્થિતિમાં સમયસર પગલાં લઈ શકાય. શાળા પરિસરમાં પાણી ભરાવું નહીં અને વીજળી સંબંધિત અકસ્માતો ટાળવા તકેદારી રાખવા પણ સૂચના અપાઈ છે. ચોમાસા દરમિયાન વિદ્યાર્થીઓની સલામતી માટે શિક્ષણ વિભાગ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.




