VIDEO: અમદાવાદમાં પાણીની સમસ્યાને લઈને મકતમપુરાના સ્થાનિકો અને કોર્પોરેટરો આક્રમક
અમદાવાદના મકતમપુરા વોર્ડમાં પાણીની વિકટ સમસ્યાને લઈને સ્થાનિક રહીશો અને કોર્

અમદાવાદના મકતમપુરા વોર્ડમાં પાણીની વિકટ સમસ્યાને લઈને સ્થાનિક રહીશો અને કોર્પોરેટરો રસ્તા પર ઉતરી આવ્યા છે. દક્ષિણ પશ્ચિમ ઝોન કચેરી ખાતે યોજાયેલા આ દેખાવોમાં લોકોએ પાણીના ઓછા પ્રેશર, પીવાના પાણીમાં પ્રદૂષણ અને ચોમાસામાં ભરાતા વરસાદી પાણીના નિકાલ અંગે આક્રોશ ઠાલવ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે, અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી, જેના કારણે લોકો પરેશાન છે. આ અંગે મકતમપુરાના કોર્પોરેટર હાજીભાઈ મિર્ઝાએ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, વારંવારની રજૂઆતો બાદ પણ પરિસ્થિતિ સુધરતી નથી. જનતાની હાલાકીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરવામાં આવી છે.




