VIDEO: કેમિકલયુક્ત ઝેરી પાણી અંગેના અહેવાલની અસર
વડોદરાના સાવલી તાલુકાના જૂના સમલાયા નજીક વરસાદની આડમાં કેમિકલયુક્ત ઝેરી પાણી છોડાવાના મામલે સમગ્ર વિસ્ત

વડોદરાના સાવલી તાલુકાના જૂના સમલાયા નજીક વરસાદની આડમાં કેમિકલયુક્ત ઝેરી પાણી છોડાવાના મામલે સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ ગંભીર સમસ્યા અંગે GSTV ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તાત્કાલિક એક્શનમાં આવ્યું છે. GPCBની ટીમે ઘટનાસ્થળની રૂબરૂ મુલાકાત લઈને તપાસ હાથ ધરી હતી અને મિની નદી તેમજ નજીકના ખાડાઓમાંથી પ્રદૂષિત પાણીના સેમ્પલ એકત્ર કર્યા હતા. આ તમામ સેમ્પલને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે, જેના રિપોર્ટ આવ્યા બાદ જ પ્રદૂષણની અસલી હકીકત સામે આવશે. તંત્રની આ ત્વરિત કાર્યવાહીને કારણે વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રદૂષણ ફેલાવતા અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિકોની માંગ કે પર્યાવરણને નુકસાન પહોંચાડનારા તમામ જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.


