હવામાન વિભાગની આગાહી, આગામી દિવસોમાં કમોસમી વરસાદથી મળશે રાહત
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવે હવામાન વિભાગની આગાહી અનુસાર
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવે હવામાન વિભાગની આગાહી અનુસાર 2 દિવસ બાદ વરસાદી માહોલથી રાહત મળશે. ત્યારે આજે સમગ્ર રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી છે. તો આવતીકાલે કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં ઠંડરસ્ટ્રોમની આગાહી છે. આગામી 24 ક્લાકમાં ભારે પવન ફૂંકાવવાની શક્યતા છે. સાથે જ આગલા 5 દિવસ સુધી માછીમારો માટે કોઈ ચેતવણી નથી. દરિયાકિનારે LC3 સિગ્નલ લગાવાયું હતું, જેને હટાવી લેવામાં આવ્યું છે. 1 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં 94mm વરસાદ પડ્યો છે, જે 339% વધુ વરસાદ છે. સામાન્ય રીતે 21.4% જેટલો વરસાદ નોંધાતો હોય છે.
છેલ્લા 4 વર્ષમાં રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં નોંધાયેલો વરસાદ
2025 - 81.8MM
2024 - 45.6MM
2023 - 1.8MM
2022 - 20.1MM
જાહેરાત








