Surendranagar: ગેરકાયદેસર ચાલતી ખનન પ્રવૃત્તિઓનો પર્દાફાશ, નાયબ કલેક્ટરે પાડ્યા દરોડા

સુરેન્દ્રનગર મુળી તાલુકાના નવા લોકેશન ઉપર ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી.મકવાણા અને તેની ટીમે દરોડા પાડ્યા હતાં.

સુરેન્દ્રનગર મુળી તાલુકાના નવા લોકેશન ઉપર ચોટીલાના  નાયબ કલેક્ટર  એચ.ટી.મકવાણા અને તેની ટીમે દરોડા પાડ્યા હતાં. એચ.ટી.મકવાણા અને તેની ટીમે આસુન્દ્રાળી, દુધઈ અને ધોળિયા આ ત્રણેય ગામના સીમાડે ચાલતી ગેરકાયદેસર  ખનન પ્રવૃતિ ઝડપી પાડી હતી. 

આસુન્દ્રાળી ના સરકારી સર્વે નંબર ૨૪૩ વાળી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલ નું ખનન કરતા કુલ ૧૪ કૂવાઓ ( ખાડાઓ) અને વિસ્ફોટ સામાન સહિતનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. ઉપરાંત  300 મેટ્રિક ટન  કાર્બોસેલ, 4 નંગ ચરખી, 30 નંગ સુપર પાવર 90 વિસ્ફોટક મળી કુલ રૂપિયા અગિયાર લાખનો મુદ્દામાલ જપ્ત કરીને મામલતદાર કચેરી થાનગઢ ખસેડવાની કાર્યવાહી મોડી રાત સુધી ચાલી હતી

જાહેરાત

આ તમામ ગેરકાયદેસર કૂવામાંથી કાર્બોસેલનું ખનન, વહન, સંગ્રહ અને વેચાણ કરનાર મૂળી તાલુકાનાં આસુંદ્રાળીના કમાભાઈ ચોથાભાઈ મીર તેમજ વગડીયા ગામનાં દિનેશભાઈ ઠાકોર સામે નિયમોનુસાર કાર્યવાહી હાથ ઘરવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો

જાહેરાત