મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નડિયાદમાં પાઉની ગેરકાયદે ફેક્ટરી ઝડપાઈ, સુપર બેકર્સ સીલ

ખેડાના નડિયાદના સંતરામ રોડ પર આવેલી સુપર બેકર્સ અને તેના ગોડાઉન પરથી લેબલ, લોગો, ઉત્પાદન તારીખ ત

તસવીર: gstv

ખેડાના નડિયાદના સંતરામ રોડ પર આવેલી સુપર બેકર્સ અને તેના ગોડાઉન પરથી લેબલ, લોગો, ઉત્પાદન તારીખ તથા એક્સપાયરી ડેટ વગરના પાઉના 500થી વધુ પેકેટ અને એક ટેમ્પો જપ્ત કરવામાં આવ્યા છે. અમદાવાદથી આ શંકાસ્પદ જથ્થો લાવીને શહેરની હોટેલો, રેસ્ટોરન્ટો અને ખાણી-પીણીની લારીઓ પર વડાપાવ તેમજ પાઉભાજી માટે સપ્લાય કરવામાં આવતો હતો. આ ગંભીર બાબતને ધ્યાને લઈને પાલિકાએ તાત્કાલિક ધોરણે બેકરીને સીલ કરી દીધી છે અને આગામી તહેવારોને જોતા ખાદ્ય સુરક્ષા માટે ચેકિંગ અભિયાન વધુ કડક બનાવવાની જાહેરાત કરી છે.  

આ સમાચાર શેર કરો