મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નડિયાદમાં શેરબજારમાં ઊંચા વળતરની લાલચે 13.40 લાખની સાયબર ઠગાઈ

નડિયાદમાં શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી 13.40 લાખ રૂપિયાની સાયબર ઠગ

તસવીર: gstv

નડિયાદમાં શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી 13.40 લાખ રૂપિયાની સાયબર ઠગાઈનો મામલો સામે આવ્યો છે. મિશન રોડ વિસ્તારમાં રહેતા ખાનગી કંપનીના કર્મચારીને 20થી 30 ટકા વળતરની લાલચ આપવામાં આવી હતી. આરોપીઓએ ‘કુંવરજી ગ્રુપ’ના નામે બોગસ ડીમેટ એકાઉન્ટ ખોલવાના બહાને ફરિયાદી પાસેથી ઓળખના પુરાવા મેળવ્યા હતા. ત્યારબાદ શેર ખરીદી અને માર્જિન મનીના નામે તબક્કાવાર અલગ-અલગ બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. નફાના ખોટા સ્ક્રીનશોટ બતાવી વધુ નાણાં માંગવામાં આવતા ફરિયાદીને શંકા ગઈ હતી. તપાસ કરતાં કંપનીની ઓફિસમાં તેમના નામે કોઈ એકાઉન્ટ જ ન હોવાનું સામે આવ્યું હતું. ખેડા સાયબર ક્રાઈમે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સાયબર ફ્રોડ થાય તો તાત્કાલિક 1930 પર સંપર્ક કરવા અપીલ કરાઈ છે.

આ સમાચાર શેર કરો