મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નડિયાદમાં 8 ઇંચ વરસાદથી અનેક વિસ્તારો જળમગ્ન

હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. નડિયાદ શહેરમાં બપોર

તસવીર: gstv

હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. નડિયાદ શહેરમાં બપોરે ચાર વાગ્યા સુધીમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ઇન્દિરા ગાંધી માર્ગ, વૈશાલી સિનેમા રોડ, માઈ મંદિર ગરનાળું અને શ્રેયસ સિનેમા ગરનાળા સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા તંત્ર દ્વારા તમામ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ કરવામાં આવી રહી છે. વરસાદી સ્થિતિ વચ્ચે આગામી સમયમાં કેવી પરિસ્થિતિ સર્જાય છે તેના પર સૌની નજર છે.

આ સમાચાર શેર કરો