VIDEO: નડિયાદમાં જે.એસ. આયુર્વેદ મહાવિદ્યાલય ખાતે સ્વનિર્ભર દિવસ અને આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ
નડિયાદ સ્થિત જે.એસ. આયુર્વેદ મહાવિદ્યાલય ખાતે મહાગુજરાત આયુર્વેદ

નડિયાદ સ્થિત જે.એસ. આયુર્વેદ મહાવિદ્યાલય ખાતે મહાગુજરાત આયુર્વેદિક મેડિકલ સોસાયટી દ્વારા ૨૦-મા સ્વનિર્ભર દિવસ અને ૧૦-મી ઇન્ટરનેશનલ કોન્ફરન્સની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંધ્યા પટેલને વૈદ્ય સુંદરલાલ જોષી સ્મૃતિ શિક્ષણ પુરસ્કાર, પી. યુ. વૈષ્ણવને આજીવન ઉપલબ્ધિ પુરસ્કાર, વિઠ્ઠલદાસ ઉકાણીને પ્રબંધન પુરસ્કાર, મેડ ક્રિશ્ચન કેસ્લરને શોધ પુરસ્કાર અને વીસી ડૉ. એસ. એન. ગુપ્તાને આયુર્વેદ રત્ના મેડલથી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં સંતરામ મંદિરના મહંત, ઇસરોના પૂર્વ વૈજ્ઞાનિક નિલેશ દેસાઈ, નેપાળના વાસુદેવ ઉપાધ્યાય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.




