VIDEO: ઇડુક્કી: ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન
કેરળના પર્વતીય જિલ્લા ઇડુક્કીમાં સતત અને મૂશળધાર વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે, જ

કેરળના પર્વતીય જિલ્લા ઇડુક્કીમાં સતત અને મૂશળધાર વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે, જ્યાં અનેક વિસ્તારોમાં ગંભીર ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી છે. ભારે વરસાદના પ્રકોપને કારણે રસ્તાઓ પર મોટા પાયે કાટમાળ અને માટી ધસી પડતાં અનેક મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે અને અનેક દુર્ગમ વિસ્તારોનો સંપર્ક કપાઈ ગયો છે. સ્થાનિક પ્રશાસન, પોલીસ અને આપત્તિ વ્યવ્સ્થાપન દળ દ્વારા તાત્કાલિક ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે તથા જોખમી વિસ્તારોમાં રહેતા નાગરિકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી ચાલી રહી છે. હવામાન વિભાગે આગામી સમયમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે, જેને લઈને તંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને નાગરિકોને બિનજરૂરી પ્રવાસ ન કરવાની કડક સૂચના આપવામાં આવી છે.



