VIDEO: ' લાહોર-રાવલપિંડીમાં નથી, સુરતમાં રહું છું', NEET પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીનીની કંઠી ઉતરાવતા પિતા ભડક્યા

સુરતમાં નીટની પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓને કંઠી કઢાવી પ્રવેશ અપાતા વિવા

સુરતમાં નીટની પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓને કંઠી કઢાવી પ્રવેશ અપાતા વિવાદ થયો હતો. પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ દરમિયાને એક વિદ્યાર્થીનીની કંઠી ઉતરાવતા તેના પિતા ભડક્યા. પિતાએ આક્રોશ વ્યક્ત કરીને કહ્યું લાહોર-રાવલપિંડીમાં નથી, સુરતમાં રહું છું. ત્યારે એક વાલીએ ભારે હોબાળો કરી પોતાની દીકરીને કંઠી પહેરાવવા માટે વર્ગખંડમાંથી બહાર બોલાવી અને કંઠી પહેરવા પ્રયાસ કર્યો. જોકે તે દરમિયાન દીકરી પણ ધર્મસંકટમાં પડી.

પરીક્ષામાં મોડું થતું હોવાથી તેણે કંઠી પહેરવાનો ઈન્કાર કર્યો હતો. પિતાએ વધારે પડતું દબાણ કરતા દીકરી પરીક્ષા શરૂ થાય તે પહેલાં ભાંગી પડી હતી અને રડી પડી હતી. આ દરમિયાન ત્યાં હાજર લોકોએ પણ પિતાને તમે દીકરીની પરીક્ષા બગાડો છો કહી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. 

આ સમાચાર શેર કરો

જાહેરાત