મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat: પ્રેમસંબંધની ગુંચમાં પતિની હત્યા, પ્રેમીએ દીવાલ સાથે માથું ભટકાડી કર્યો ખેલ ખતમ

સુરતના કામરેજ તાલુકાના જોખા ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્ય

સુરતના કામરેજ તાલુકાના જોખા ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પ્રેમસંબંધમાં પતિની હત્યા થઈ છે. જોખા ગામના અરવિંદ રાઠોડની પત્ની જમનાબેનના ગામના જ અતિક વસાવા સાથે પ્રેમસંબંધ હતા. આ પ્રેમી યુગલ મળવા માટે ગામના એક મકાનના ધાબા પર ગયા હતા. આ દરમિયાન અચાનક પતી ત્યાં આવી પહોંચ્યો, જેના કારણે પતિ અને પ્રેમી વચ્ચે ઉગ્ર ઝઘડો થયો.

ઝઘડા દરમિયાન બાબતો હાથાપાઈ સુધી પહોંચી, અને આરોપી અતિક વસાવાએ ગુસ્સામાં આવીને અરવિંદનું માથું દીવાલ સાથે ભટકાડી દીધું. આ ઘટનામાં અરવિંદનું ઘટનાસ્થળે જ મોત થયું. ઘટનાની જાણ થતાં કામરેજ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને ગણતરીના કલાકોમાં આરોપી અતિક વસાવાને ઝડપી પાડીને જેલ હવાલે કર્યો.

આ સમાચાર શેર કરો