મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : હિંમતનગર પોલીસની માનવતા, ફિનાઈલ પીધેલા યુવાનને હોસ્પિટલ પહોંચાડ્યો

સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર પોલીસની માનવતાનો એક વીડિયો સામે આવ્યો છે. હિંમતનગર ક

સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર પોલીસની માનવતાનો એક વીડિયો સામે આવ્યો છે. હિંમતનગર કાટવાડ રોડ પર એક યુવાને ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યાંથી સરકારી ગાડીમાં પસાર થઇ રહેલા કોન્સ્ટેબલ દલજીતસિંહ અને અન્ય એક પોલીસકર્મીએ એમ્બ્યુલન્સની રાહ જોયા વગર આ યુવકને પોલીસની સરકારી ગાડીમાં બેસાડી હોસ્પિટલ પહોચાડ્યો હતો, જ્યાં તેમણે યુવકને ઊંચકીને બેડ સુધી લઈ ગયા હતા અને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં યુવાનની સારવાર શરૂ કરાવી હતી. યુવાનની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. 

આ સમાચાર શેર કરો