VIDEO: કાર્તિક પૂર્ણિમાને લઈને ચોટીલામાં લાખો માઈ ભક્તોનું માનવ મહેરામણ
કાર્તિક પૂર્ણિમાને લઈને ચોટીલામાં લાખો માઈ ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યુ
કાર્તિક પૂર્ણિમાને લઈને ચોટીલામાં લાખો માઈ ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું હતું.નેશનલ હાઈવેથી પગથિયા ડુંગર સુધી ભાવિકોનો મધરાતથી ઘસારો જોવા મળ્યો હતો. ભીડને ખાળવા અડધી રાત્રે જ ડુંગર ગેઇટ ખોલી પહેલી આરતી સાથે દર્શન શરૂ કરાયા હતા.
આ પણ વાંચો: પંચમહાલ: મોર ઊંમરડાના વિકાસના કામોમાં ભ્રષ્ટાચારનો આરોપ, બે અધિક મદદનીશ ઇજનેર ફરજ પરથી મોકૂફ
મંદિરમાં હજારો ભાવિકોએ પ્રથમ આરતીનો લાભ લીધો
ડુંગર મંદિરમાં હજારો ભાવિકોએ પ્રથમ આરતીનો લાભ લીધો હતો. ચોટીલા ચામુંડા માતાજીની કારતક પુનમ મોટી હોવાની ભક્તોની માન્યતા છે. ઉતર ગુજરાતનાં અનેક સંઘો, માતાજીનાં રથ, ગરબા અને ધજા સાથે ડીજેના તાલે ગરબે રમતા ચોટીલા પહોચ્યાં હતા




