VIDEO: વડોદરાના કેવડાબાગમાં સસ્તા અનાજની દુકાને રાશન ન મળતા લાભાર્થીઓનો ભારે હોબાળો
વડોદરાના નવાપુરા કેવડા બાગ વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાને

વડોદરાના નવાપુરા કેવડા બાગ વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાને રાશન મુદ્દે મામલો ગરમાયો છે. મધુવન કોમ્પલેક્ષની દુકાન નંબર ૨૭ પર લાભાર્થીઓએ એકત્ર થઈને ભારે હોબાળો મચાવ્યો હતો. છેલ્લા ત્રણથી ચાર મહિનાથી અનાજ ન મળતું હોવાનો અને વારંવાર અંગૂઠો લગવલલગાવવા છતાં રાશન વંચિત રખાતા હોવાનો લાભાર્થીઓએ આક્ષેપ કર્યો છે. વિતરણમાં ગફલત થવા બાબતે લોકોએ દુકાન સંચાલક ભાવેશ ખારવા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. સામે પક્ષે સંચાલકે સ્પષ્ટીકરણ આપતા જણાવ્યું કે રેશનકાર્ડ પર અંગૂઠો લગાવવો ફરજિયાત છે અને અંગૂઠો ન લગાવનારને અનાજ મળતું નથી. ત્યારે હવે આ સમગ્ર મુદ્દે તંત્ર તપાસ કરશે કે કેમ તે સવાલ છે.




