VIDEO: વડોદરાના ખંડેરાવ માર્કેટ પાસે મોડી રાત્રે મારામારીનો વીડિયો વાયરલ, પોલીસ તપાસ શરૂ
વડોદરાના રાજમહેલ રોડ પર આવેલા ખંડેરાવ માર્કેટ વિસ

વડોદરાના રાજમહેલ રોડ પર આવેલા ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં મોડી રાત્રે મારામારીની એક ગંભીર ઘટના સામે આવી છે. અચાનક થયેલી આ હિંસક અથડામણના કારણે વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. આ સમગ્ર બનાવના દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સામે આવતાની સાથે જ સ્થાનિક પોલીસ તંત્ર તુરંત હરકતમાં આવી ગયું છે. અને તોફાની તત્વો સામે કડક કાર્યવાહીની તૈયારી કરી છે.




