મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરાના ગોત્રીમાં ગણેશ મંડળના આયોજકો પર અસામાજિક તત્વોનો હુમલો, CCTV વાયરલ

વડોદરાના ગોત્રી સ્થિત ઓધવપુરા યુવક મંડળના આયોજકો સાથે હુમલાની સનસનાટીભરી

તસવીર: gstv

વડોદરાના ગોત્રી સ્થિત ઓધવપુરા યુવક મંડળના આયોજકો સાથે હુમલાની સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેના લાઈવ CCTV ફૂટેજ પણ વાયરલ થયા છે. મંડળનો આક્ષેપ છે કે કેટલાક અસામાજિક તત્વોએ લુખ્ખી દાદાગીરી કરી ગાળો ભાંડી હતી અને ત્યારબાદ આયોજકો પર હિંસક હુમલો કરી દીધો હતો. આ ઘટનાને પગલે ગણેશ મંડળના આયોજકો અને સ્થાનિકોમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે. મંડળે વ્યથા ઠાલવતા જણાવ્યું છે કે આવા ટાંગ ખેંચતા અને અસામાજિક તત્વોના કારણે સમગ્ર ગણેશ મંડળો બદનામ થાય છે. આથી પોલીસે ત્વરિત અને કડક કાર્યવાહી કરવી જોઈએ.

આ સમાચાર શેર કરો