VIDEO: અમદાવાદ- બગોદરા હાઈવે પર ભયાનક અકસ્માત, બંધ ટ્રકની પાછળ અન્ય ટ્રકની ભયાનક ટક્કર
ગુજરાતના અમદાવાદ- બગોદરા હાઈવે પર ભયાનક અકસ્માત સર્
ગુજરાતના અમદાવાદ- બગોદરા હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદ-બગોદરા હાઈવે પર રોહિકા ગામના પાટીયા નજીક મોડી રાત્રે ભયાનક અકસ્માતની દુર્ઘટના સર્જાઈ હતી. મળતા અહેવાલ પ્રમાણે એક ટ્રકનું ટાયર પંચર થવાને કારણે તે હાઈવેની સાઈડમાં પડી હતી. ત્યારે અન્ય ટ્રકની ભયાનક ટક્કર થઈ હતી.
આ ટક્કર એટલી જોરદાર હતી કે પૂરપાટ ઝડપે આવતા ટ્રકના ચાલકનું ઘટનાસ્થળે જ મોત
ટ્રક સાઈડમાં બંધ પડી હતી, આ દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલો અન્ય ટ્રક બંધ પડેલા ટ્રક સાથે ધડાકા ભેર અથડાયો. આ ટક્કર એટલી જોરદાર હતી કે પૂરપાટ ઝડપે આવતા ટ્રકના ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું, જ્યારે ક્લીનર ટ્રકમાં ફસાઈ ગયો હતો.
અથાગ પ્રયાસો બાદ ક્લીનરને ટ્રકમાંથી બહાર કાઢ્યો
સ્થાનિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમે અથાગ પ્રયાસો બાદ ક્લીનરને ટ્રકમાંથી બહાર કાઢ્યો અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ક્લીનરની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો, જેને પોલીસે મોડી રાત સુધી નિયમન કરીને રાબેતા મુજબનો વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો.







