VIDEO: રાજકોટમાં વેલકમ નવરાત્રિના આયોજનમાં હોર્ડિંગ્સ પડ્યા, ખેલૈયાઓમાં દોડધામ મચી
એક બાજુ કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. બીજી બાજુ નવરાત્રિના પર્વને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ સ્થિતિ
એક બાજુ કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. બીજી બાજુ નવરાત્રિના પર્વને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે રાજકોટના વિરાણી હાઇસ્કૂલ ગ્રાઉન્ડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વેલકમ નવરાત્રિના આયોજનમાં ભારે પવનના કારણે હોર્ડિંગ્સ પડ્યા હતા. જોકે સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નહીં થતા આયોજકોએ હાશકારો અનુભવ્યો હતો.




