VIDEO: સ્વીટી પટેલ હત્યા કેસમાં ઐતિહાસિક ચુકાદો: પૂર્વ PI અજય દેસાઈને આજીવન કેદની સજા!
વડોદરાના કરજણના ચકચારી સ્વીટી પટેલ હત્યા કેસમાં ક

વડોદરાના કરજણના ચકચારી સ્વીટી પટેલ હત્યા કેસમાં કરજણ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતાં મુખ્ય આરોપી અને પૂર્વ PI અજય દેસાઈને આજીવન કેદની સજા ફટકારી છે, જ્યારે મૃતદેહના નિકાલમાં મદદ કરનાર કિરીટસિંહ જાડેજાને ૫ વર્ષની સજા મંજૂર કરી છે. વર્ષ ૨૦૧૬થી સાથે રહેતા અને એક પુત્ર ધરાવતા આ યુગલમાં અજય દેસાઈએ ૨૦૧૭માં અન્ય મહિલા સાથે લગ્ન કરી લીધા હતા, ત્યારબાદ ૪ જૂન ૨૦૨૧ની રાત્રે ઊંઘમાં જ સ્વીટીનું ગળું દબાવીને તેની હત્યા કરી દીધી હતી. હત્યા બાદ આરોપીએ સ્વીટીના મૃતદેહને કારની ડિકીમાં મૂકી ભરૂચના અટાલી ગામ નજીક લઈ જઈ સળગાવી દઈ પુરાવાનો નાશ કર્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં ૧૨૯૦ પાનાની મજબૂત ચાર્જશીટ દાખલ કરી હતી, જેના આધારે કોર્ટે આરોપીને કડકમાં કડક સજા ફટકારી ન્યાય આપ્યો છે.



