ખેડા: કપડવંજ APMCમાં મોટો રાજકીય બખેડો, નવનિયુક્ત ચેરમેન નિલેશ પટેલે આપ્યું રાજીનામું
ખેડા જિલ્લાના કપડવંજ APMCમાં ભારે રાજકીય હલચલ મચી ગઈ છે, જ્યાં નવન
ખેડા જિલ્લાના કપડવંજ APMCમાં ભારે રાજકીય હલચલ મચી ગઈ છે, જ્યાં નવનિયુક્ત ચેરમેન નિલેશ પટેલે પોતાના પદ પરથી અચાનક રાજીનામું ધરી દીધું છે….વાઇસ ચેરમેનની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થતાં ભાજપની બહુમતી હોવા છતાં તેને માત્ર 4 જ મત મળ્યા હતા, જ્યારે અપક્ષ ઉમેદવાર પ્રવીણ પટેલને વધુ મત મળતા તેમને વિજેતા જાહેર કરાયા હતા. કુલ 15 બેઠકોમાંથી 9 બેઠકો ભાજપ પાસે હોવા છતાં આ ઉલટફેરથી રાજકારણ ગરમાયું છે. માત્ર થોડા દિવસોમાં જ ચેરમેનનું રાજીનામું પડતા હવે APMCનો વહીવટ વહીવટદાર ચલાવશે કે વાઇસ ચેરમેન, તે જોવું રહ્યું.




