VIDEO: નીલમબાગ નજીક કફ સિરપના કોમર્શિયલ જથ્થા સાથે હિરેશ રાઠોડ ઝડપાયો, તપાસ તેજ
ભાવનગર જિલ્લામાં ગેરકાયદેસર નશાકારક પદાર્થોના વેચાણ અને હેરાફ

ભાવનગર જિલ્લામાં ગેરકાયદેસર નશાકારક પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે નવગઠિત એન્ટી નાર્કોટિક્સ વિંગ દ્વારા મોટી સફળતા મેળવતા પ્રથમ NDPS કેસ દાખલ કરવામાં આવ્યો છે. એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમે બાતમીના આધારે નીલમબાગ વિસ્તારના પીલ ગાર્ડન નજીક દરોડો પાડી હિરેશ ઉર્ફે હેમંગ રાઠોડ નામના શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી કોડેઈન ફોસ્ફેટ યુક્ત કફ સિરપની ૧૦ બોટલનો કોમર્શિયલ જથ્થો કબજે કરવામાં આવ્યો છે. આ મામલે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી, નશાના આ ગેરકાયદે નેટવર્કને જડમૂળથી નેસ્તનાબૂદ કરવા ANW ટીમે ઊંડાણપૂર્વકની વધુ તપાસ હાથ ધરી છે.




