મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરમાં મેયરના ઘર નજીક જ રોડ બેસી જતાં ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો

સુરેન્દ્રનગરમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી છે. સુરેન્દ્ર

તસવીર: gstv

સુરેન્દ્રનગરમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી છે. સુરેન્દ્રનગરના ૮૦ ફૂટ રોડ પર આવેલી મારુતિ પાર્ક સોસાયટીમાં ૧૦ ફૂટનો મોટો ભુવો પડ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે ખુદ મેયરના ઘર નજીક જ વગર વરસાદે રોડ બેસી ગયો છે. નબળી ગુણવત્તાના કામના કારણે રોડ વજન ખમી શક્યો નથી. રોડ બેસી જતાં પીવાના પાણીની પાઈપલાઈનમાં પણ મોટું ભંગાણ સર્જાયું છે. જેના કારણે આખી સોસાયટીના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આટલો મોટો ભુવો પડ્યો હોવા છતાં તંત્ર દ્વારા રસ્તો બંધ કરવામાં આવ્યો નથી. હાલ વાહનચાલકો જીવના જોખમે ત્યાંથી પસાર થવા મજબૂર બન્યા છે.

આ સમાચાર શેર કરો