મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરના સાયલા નજીક ગમખ્વાર અકસ્માત: કારની ટક્કરે મહિલાનું કમકમાટીભર્યું મોત

સુરેન્દ્રનગરના સાયલા નજીક અડાળા બોર્ડ પાસે કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સ

તસવીર: gstv

સુરેન્દ્રનગરના સાયલા નજીક અડાળા બોર્ડ પાસે કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ગોઝારા અકસ્માતમાં ૩૮ વર્ષીય પ્રતિભાબેન પાટડીયાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. બાઈક ચલાવી રહેલા તેમના પતિ ગંભીર રીતે ઘાયલ થતાં તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. આ બનાવથી બે માસૂમ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અકસ્માત સર્જી કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટના અંગે ધજાળા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં પાંચ કલાક સુધી પીએમ ન થતાં પરિવારે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક ધારાસભ્ય જગદીશ મકવાણાના ટેલિફોનિક હસ્તક્ષેપ બાદ મોડી સાંજે પીએમ હાથ ધરાયું હતું.

આ સમાચાર શેર કરો