VIDEO: કેશોદ બાર એસોસિયેશન દ્વારા હાઇકોર્ટ બેંચની માંગ
કેશોદ બાર એસોસિયેશન દ્વારા રાજકોટ ખાતે ગુજરાત હાઇકોર્ટની બેંચ સ્થાપવાની વર્ષો જૂની માંગ સાથે ડેપ્યુટી કલેક

કેશોદ બાર એસોસિયેશન દ્વારા રાજકોટ ખાતે ગુજરાત હાઇકોર્ટની બેંચ સ્થાપવાની વર્ષો જૂની માંગ સાથે ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ માંગના સમર્થનમાં વકીલો એક દિવસ ન્યાયિક કામકાજથી અળગા રહી મોટી સંખ્યામાં જોડાયા હતા.આવેદનમાં જણાવ્યા મુજબ, રાજકોટ ખાતે બેંચ શરૂ થવાથી હાઇકોર્ટમાં સૌરાષ્ટ્ર-કચ્છના મુકદ્દમાઓનું ૪૦ ટકા ભારણ ઘટશે અને લોકોને અમદાવાદ સુધી ૬ થી ૧૨ કલાકની લાંબી મુસાફરી નહીં કરવી પડે. રાજકોટ સેન્ટર પોઈન્ટ હોવાથી અને પૂરતી જગ્યા ઉપલબ્ધ હોઈ, અન્ય રાજ્યોની જેમ અહીં પણ ઝડપી અને સસ્તો ન્યાય મળે તેવી પ્રબળ માંગ કરાઈ છે




