VIDEO: કેશોદના 15 વર્ષ જૂના ચર્ચિત હત્યા કેસમાં કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 6 આરોપીઓને આજીવન કેદ!
જૂનાગઢના કેશોદ સ્થિત મંગલપુર ગામે વર્ષ 2009માં

જૂનાગઢના કેશોદ સ્થિત મંગલપુર ગામે વર્ષ 2009માં સરકારી જમીનના વિવાદમાં અનુસૂચિત જાતિના રાણાભાઈ રાઠોડને જીવતા સળગાવી દેવાયા હતા, જેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ચર્ચિત હત્યા અને એટ્રોસિટી કેસમાં કેશોદ કોર્ટે મહત્વનો ચુકાદો આપતા 6 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. કેસ દરમિયાન 2 આરોપીઓના મોત થયા હતા. 15 વર્ષે ન્યાય મળતા મૃતકના પરિવારે કોર્ટના આ નિર્ણયને આવકાર્યો છે.


