VIDEO: સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, DGPના આદેશ પર કચેરીઓ બહાર સ્પેશિયલ ડ્રાઈવ
રાજ્યના DGP વિકાસ સહાયે સરકારી કચેરીના કર્મચારીઓ માટે હેલ્મેટ કાયદો ફરજિયાત કર્યો છે. DGPના પરિપત્ર મુજબ 11
રાજ્યના DGP વિકાસ સહાયે સરકારી કચેરીના કર્મચારીઓ માટે હેલ્મેટ કાયદો ફરજિયાત કર્યો છે. DGPના પરિપત્ર મુજબ 11મી ફેબ્રુઆરીથી તમામ સરકારી કચેરીમાં હેલ્મેટ વગર વાહન ચલાવનાર કર્મચારી સામે પગલાં લેવાશે.
સચિવાલય ગેટ બહાર ટ્રાફિક પોલીસ તહેનાત કરાશે
રાજ્યભરની તમામ સરકારી કચેરી અને ખાસ કરીને સચિવાલય ગેટ બહાર ટ્રાફિક પોલીસ તહેનાત કરાશે. ડીજીપીના આદેશ મુજબ સરકારી કચેરીમાં આવતા તમામ સરકારી કર્મચારી તેમજ ટુ-વ્હીલર આવતાં બંને વ્યક્તિઓએ ફરજિયાતપણે હેલ્મેટ પહેરવાનું રહેશે. કોઈપણ કર્મચારી હેલ્મેટના કાયદાનું ઉલ્લંઘન કરતાં પકડાશે દંડ સહિત કાયદાકીય કાર્યવાહી પણ કરાશે.
હેલ્મેટ ન પહેરનાર વાહનોને રોકવામાં આવ્યા
હેલ્મેટના નિયમનને લઈને પોલીસ એકશનમાં આવતા તમામ સરકારી કચેરીમાં ટ્રાફિક પોલીસ તૈનાત કરાશે. સુરતના તમામ સરકારી કચેરી બહાર ટ્રાફિક પોલીસના જવાનો તૈનાત કરાયા હતા. જેમાં હેલ્મેટ ન પહેરનાર વાહનોને રોકવામાં આવ્યા હતા.
વડોદરામાં પણ ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ
રાજ્યમાં વધતા જતા અકસ્માતને લઈ હાઈકોર્ટ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં ટુ-વ્હિલર પર બંને વ્યક્તિઓ ફરજીયાત હેલ્મેટ પહેરવું અને કાયદાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો.જેને લઈને વડોદરા પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજવામા આવી હતી. શહેરની સરકારી કચેરીઓ બહાર ચેકિંગ હાથ ધરવામા આવ્યું, અને જે લોકોએ હેલ્મેટ નહોતુ પહેર્યુ તે તમામ લોકોને દંડ ફટકારવામા આવ્યો હતો. તેમજ જે લોકોએ હેલ્મેટ નહોતુ પહેર્યુ તેવા લોકોએ આ નિયમનો વિરોધ કર્યો હતો.
અમદાવાદમાં પણ સરકારી ઓફિસ બહાર ડ્રાઈવ
અમદાવાદમાં સરકારી ઓફિસ બહાર પોલીસ દ્વારા ડ્રાઈવ કરવામાં આવી. હેલ્મેટ વગર અને ગાડીમાં સીટ બેલ્ટ લગાવ્યા વગર સામે દંડની કાર્યવાહી કરવામાં આવી. રાજ્યના ડીજીપી વિકાસ સહાયએ હેલ્મેટ સહિતના ટ્રાફિક નિયમો માટે સરકારી કચેરી બહાર પોલીસ ડ્રાઇવ કરવાની જાહેરાત કરી હતી.. અમદાવાદમાં અલગ અલગ કચેરી ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને દંડ ફટકારવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગરમાં સરકારી કર્મચારીઓ દંડાયા
સુરેન્દ્રનગર જિલ્લાની તમામ કચેરીઓ સરકારી કર્મચારીને ફરજીયાત હેલ્મેટ પહેરી અને કામ અને ઓફિસ પર આવતા કર્મચારીઓ અને અધિકારીઓ પર કાર્યવાહી કરવામા આવી.ટ્રાફિક પોલીસ દ્વારા કલેક્ટર કચેરી સહિતની સરકારી કચેરીઓ બહાર ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી.હેલ્મેટ વગર સરકારી કચેરીમાં આવનાર તમામ સરકારી કર્મચારીઓની ઉપર કડક કાર્યવાહી કરવામા આવી.








