મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : વડોદરામાં ક્રિસમસના મેળામાં હેલિકોપ્ટર રાઈડનો દરવાજો ખુલી જતા બાળકો ફંગોળાયા

વડોદરામાં લાલબાગ બ્રિજ નજીક ક્રિસમસના મેળામાં હેલિકોપ્ટર રાઈડનો દરવાજો ચાલું રાઈડે ખુલી ગયો હતો, જેના

વડોદરામાં લાલબાગ બ્રિજ નજીક ક્રિસમસના મેળામાં હેલિકોપ્ટર રાઈડનો દરવાજો ચાલું રાઈડે ખુલી ગયો હતો, જેના કારણે રાઈડમાં બેસેલા બાળકો ફંગોળાયા હોવાની માહિતી મળી રહી છે. રાત્રીના સમયે બાળકો રાઈડની મજા લેતા હતા એ દરમિયાન બાળકોની રાઇડના દરવાજા ખુલતા અફરાતફરી મચી ગઈ હતી. સેફટીના અભાવે રાઈડમાં દરવાજા ખુલી ગયા હોવાની વાતો વહેતી થઇ છે. ઘટના બાદ રાઈડ સંચાલક સ્થળ પરથી પલાયન થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે દોડી આવી હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 

આ સમાચાર શેર કરો