VIDEO: ઉમરગામમાં આખો દિવસ વરસાદી ઝાપટાં છતાં ભારે બફારાથી લોકો પરેશાન
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં મેઘરાજા આખો દિવસ વરસાદી ઝાપટાં વરસાવી રહ્યા છે. આજે વહેલી

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં મેઘરાજા આખો દિવસ વરસાદી ઝાપટાં વરસાવી રહ્યા છે. આજે વહેલી સવારથી તાલુકાના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં જોવા મળ્યાં હતા. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ ભારે બફારો હજુ પણ યથાવત રહેતા લોકો પરેશાન જોવા મળી રહ્યા છે. હાલ પડી રહેલો હળવો વરસાદ ડાંગરના પાક તેમજ ચોમાસુ શાકભાજીના પાક માટે ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે. જોકે, વરસાદી ઝાપટાં બાદ થોડા સમય માટે રાહત મળ્યા પછી ફરી અસહ્ય બફારો અનુભવાઈ રહ્યો છે. ગરમી અને બફારાના કારણે લોકો પરેશાન છે. વરસાદી માહોલ વચ્ચે પણ બફારો યથાવત રહેતા લોકોમાં ગરમીથી રાહતની અપેક્ષા છે.




