VIDEO: ઉમરગામમાં ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાથી નાસભાગ
વલસાડ જિલ્લાના ઉમરગામ પાલિકા વિસ્તારમાં આવેલી બેલા રેસિડેન્સીના એક વીજ ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે આગ લાગવાની ઘ

વલસાડ જિલ્લાના ઉમરગામ પાલિકા વિસ્તારમાં આવેલી બેલા રેસિડેન્સીના એક વીજ ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે આગ લાગવાની ઘટના સામે આવી છે. ટ્રાન્સફોર્મરમાં થયેલા જોરદાર ધડાકાના અવાજથી આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ વીજ પુરવઠો તાત્કાલિક બંધ કરવામાં આવ્યો હતો, જેના કારણે ટ્રાન્સફોર્મરમાં આગ લાગ્યાની માહિતી મળી હતી. ઉમરગામ પાલિકાની ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.




