મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઉમરગામમાં આભ ફાટતા તારાજી: તૂટેલા રસ્તાઓ અને ધોવાાયેલા પુલથી જનજીવન અસ્તવ્યસ્ત

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં 24 કલાક દરમિયાન દેશના ત્રીજા ક્રમની ટકાવારી જ

તસવીર: gstv

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં 24 કલાક દરમિયાન દેશના ત્રીજા ક્રમની ટકાવારી જેટલો વરસાદ નોંધાતા વ્યાપક તારાજી સર્જાઈ હતી. ભારે વરસાદ બાદ સર્જાયેલા વિનાશની અસર આજે પણ લોકોના જનજીવનમાં સ્પષ્ટ જોવા મળી રહી છે. તાલુકાના 52 ગામોમાંથી 8 ગામો સૌથી વધુ પ્રભાવિત બન્યા હતા, જ્યાં માર્ગ વ્યવસ્થા અને માળખાકીય સુવિધાઓને ભારે નુકસાન પહોંચ્યું છે. હુમરણ ગામ પાસે વારોલી નદીના પ્રચંડ પ્રવાહ સામે પુલ તૂટી પડતાં સંપર્ક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. અનેક રસ્તાઓ પર પડેલા મસમોટા ખાડાઓ વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ શકે તેવી સ્થિતિ છે. બીજી તરફ, સ્થાનિકોમાં એવી લાગણી છે કે સમસ્યાના સ્થાયી ઉકેલ કરતાં નેતાઓ નિરીક્ષણ અને ફોટોગ્રાફી સુધી જ સીમિત રહ્યા છે.

આ સમાચાર શેર કરો