મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સૌરાષ્ટ્ર અને સુરતમાં મેઘરાજાની ધબધબાટી, એક જ ક્લિકમાં જુઓ આકાશી આફત

એક બાજુ ઉત્તર અને મધ્ય ગુજરાત હજુ પણ વરસાદ માટે ઝંખી રહ્યું છે. ત્યારે બીજી બાજુ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમા

એક બાજુ ઉત્તર અને મધ્ય ગુજરાત હજુ પણ વરસાદ માટે ઝંખી રહ્યું છે. ત્યારે બીજી બાજુ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેના પગલે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. 

પોરબંદરનું ઘેડ પંથક પાણીમાં ગરકાવ 

ભારે વરસાદને પગલે પોરબંદરનું ઘેડ પંથક પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ત્રણ દિવસથી મેઘરાજાએ વિરામ લીધો નથી. જિલ્લામાં આભ ફાટીયા સમાન સિઝનનો 55 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેના પગલે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. 

જામનગર રણજીતસાગર ડેમ ઓવરફ્લો 

જામનગરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે જામનગર રણજીતસાગર ડેમ ઓવરફ્લો થયો છે. જેનો ડ્રોન વીડિયો સામે આવ્યો છે. 

નદીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા યુવાનોનું રેસ્ક્યુ કરાયું

જુનાગઢ માળીયાહાટીના તાલુકાના ગળુ અને વિષણવેલ ગામ પાસે મેઘલ નદીના પાણીમાં 15 જેટલા યુવાનો ફસાયા હતા. નદીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા યુવાનોને બહાર કાઢવા માટે સ્થાનિક લોકોએ દોરડા બાંધી પૂરના પાણીથી બહાર કાઢી રેસ્ક્યુ કર્યા હતા.  

શિંગોડા ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા

ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે શિંગોડા ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા હતા. ડેમના ત્રણ દરવાજા 0.45 મીટર ખોલાયા છે. ડેમના દરવાજા ખોલવામાં આવતા ગીર ગઢડાના બે ગામ સહિત કોડીનાર શહેર અને 12 જેટલા ગામોનો એલર્ટ કરવામાં આવ્યા છે.  

આંગણવાડીમાં પાણી ભરાયા

નવસારીના ચીખલી તાલુકાના માણેકપોર ગામે ભારે વરસાદને પગલે આંગણવાડીમાં પાણી ભરાયા હતા. ગામમાં આવેલ ગૌચરની જગ્યામાં ગટર લાઈન બંધ ન કરવામાં આવતા ગટરનું પાણી આંગણવાડીમાં ભરાયું. 

નવસારી જિલ્લાની કાવેરી નદી પર બીલીમોરાને જોડતા લો લાઈન પર પાણી ફરી વળ્યા હતા. ભારે વરસાદ અને નદીના જળસ્તરના કારણે લો લેવલ પર 3 ફૂટ જેટલા પાણી ભરાયા હતા. આ સ્થિતિના કારણે પુલ પર હંગામી ધોરણે વાહન વ્યવાહર અટકાવવામાં આવ્યો. 

અલંગનો દરિયો ગાંડોતુર બન્યો 

ભાવનગરનો અલંગનો દરિયો ગાંડોતુર બન્યો હતો. ભારે વરસાદની આગાહીની સાથે દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. અલંગના દરિયામાં આજે 50 - 50 ફૂટ ઉંચા મોજ ઉછળતા જોવા મળ્યા હતા. 

માંડવીમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો

કચ્છ જિલ્લાના મુંદ્રામાં ભારે વરસાદ પડ્યો હતો. મુન્દ્રાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. માંડવીમાં 3 ઇંચ વરસાદ, નખત્રાણામાં 2 ઈંચ વરસાદ પડ્યો હતો. 

બજારો વચ્ચેથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા

કચ્છના નખત્રાણામાં ભારે વરસાદની આગાહી વચ્ચે પાણી વહેતા થયા હતા. ભારે વરસાદના પગલે બજારો વચ્ચેથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. નખત્રાણા નજીક મથલ પુલ પરથી પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો. 

વરસાદી માહોલ વચ્ચે ચાર્ટડ પ્લેનમાંથી અદભુત દૃશ્યો કેમેરામાં કેદ

અમરેલીમાં વરસાદી માહોલ વચ્ચે ચાર્ટડ પ્લેનમાંથી અદભુત દૃશ્યો કેમેરામાં કેદ થયા. ચોમાસામાં આકાશી વાદળોની વચ્ચેથી જમીન પરનો અદભુત નજારો જોવા મળ્યો. લાઠીના ગ્રામ્ય વિસ્તારો સહિત અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં પથરાયેલી અને પાણીથી ખળ ખળતી વહેતી નદીનો નજારો જોવા મળ્યો. 

જુનાગઢના બામણાસા ઘેડ પંથકમાં જળપ્રલયના દ્રશ્યો સામે આવ્યા છે. ચાલું ચોમાસે ઓઝત નદીમાં અત્યાર સુધીમાં સૌથી વધુ પૂર આવ્યું છે. ઓઝત નદીમાં પાણીનો પ્રવાહ વધતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. જોકે જળસંકટ વચ્ચે આગળ જતાં દિવસોમાં ખેડૂતો પાક નુકસાની ભૂલી પોતાની જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ અને પશુઓના ઘાસચારાની ચિંતા સતાવી રહી છે

સાર્વત્રિક વરસાદથી પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી

ડાંગ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. અંબિકા નદી પહેલીવાર ગાંડીતુર બની હતી. જીલ્લામાં સાર્વત્રિક વરસાદથી પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી હતી.

અનેક ઘરોમાં પાણી ઘુસ્યા

સુરતના સણીયા હેમદ ગામમાં પાણી ભરાતા અનેક ઘરોમાં પાણી ઘુસ્યા. આ સાથે જ ગામનું મંદિર પણ પૂરના પાણીમાં જળમગ્ન થયું.  ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે મહાનગરપાલિકાના પ્રિ-પ્રોન્સૂનના દાવાઓ પોકળ સાબિત થયાં  

ડેમ ઓવરફ્લો થતા કોઝવે પાણીમાં ગરકાવ 

રાજકોટના જામકંડોરણાની દુધીવદર ગામ નજીક આવેલ ફોફળ ડેમ ઓવરફ્લો થતા કોઝવે પાણીમાં ગરકાવ થયો. દુધીવદર ગામથી આઠથી દસ ગામોને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થતાં નાના ભાદરા, મોટા ભાદરા, મેવાસા જેવા અન્ય ગામડાઓને જોડતો માર્ગ પર હંગામી ધોરણે માર્ગ વ્યવસ્થા રોકવામાં આવી હતી. 

બામણાસા ઘેડમાં ઓઝત નદીનો પાળો તૂટયો ત્યાંના લાઇવ દ્રશ્યો 

આ સમાચાર શેર કરો