મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મહિસાગર જીલ્લામાં ધોધમાર વરસાદ, લુણાવાડામાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ

રાજ્યના મહીસાગર જિલ્લામાં મોડી રાતથી મેઘરાજાએ ધબધબાટી બોલવી છે. મળતા અહેવાલ પ્રમાણે જિલ્લાના લુણાવાડામાં મોડી રાત્રે

રાજ્યના મહીસાગર જિલ્લામાં મોડી રાતથી મેઘરાજાએ ધબધબાટી બોલવી છે. મળતા અહેવાલ પ્રમાણે  જિલ્લાના લુણાવાડામાં મોડી રાત્રે બે ઈંચ થી વધુ વરસાદ ખાબક્યો છે. ત્યારે અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા પ્રીમોંનસૂન કામગીરી પર સવાલ ઉઠ્યા હતા. હાલોલ- શામળાજી સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ થયો છે.

લુણાવાડાના આનંદ પાર્ક સોસાયટી, દરકોલી દરવાજા, અસ્થાના બજાર પાણીમાં

લુણાવાડાના આનંદ પાર્ક સોસાયટી, દરકોલી દરવાજા, અસ્થાના બજાર સહિત મોડાસા હાઇવે સહિત વરધરી રોડ ઉપર પણ પાણી ભરાયા હતા.જિલ્લામાં લુણાવાડા,સંતરામપુર, કડાણા સહિતના વિસ્તારોમા મોડી રાત્રે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા.

વરસાદને લઇને હવામાન વિભાગની મોટી આગાહી છે. આગામી 5 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં પણ આગામી 3 દિવસ ભારેથી અતિભારેની આગાહી છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. 

 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં મહીસાગરમાં મેઘ મહેર

આજે વહેલી સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં મહીસાગરના વિરપુર તાલુકામાં 1.26, લુણાવાડા તાલુકામાં 3.74, ખાનપુર તાલુકામાં 1.57 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં 1.85 ઇંચ, મેઘરજ તાલુકામાં 1.73 ઇંચ વરસાદ ખાબક્યો છે.  

આ સમાચાર શેર કરો