VIDEO: નવસારીમાં અતિવૃષ્ટિ : પંચાયતના 160 રસ્તા બંધ, વાહનવ્યવહાર ઠપ!
નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. પંચાયત હસ્તકના કુલ 160 ર

નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. પંચાયત હસ્તકના કુલ 160 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયા છે, જેમાં 155 રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે અને 4 રેલવે અંડરપાસ જળમગ્ન થયા છે. સૌથી વધુ વાંસદામાં 53, ગણદેવીમાં 33 અને ચીખલીમાં 32 રસ્તા બંધ થતાં મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ તંત્ર દ્વારા અસરગ્રસ્ત ગામો માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે.




