VIDEO: રાજ્યના આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, છેલ્લા 24 ક્લાકમાં 141 તાલુકામાં મેઘ મહેર
ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં અને હવે ઉત્તર ગુજરાતમાં મે

ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં અને હવે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા ઓળઘોળ થયા હતા. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 141 તાલુકામાં વરસાદ નોધાયો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો. દાંતામાં 8 ઈંચ અને વડગામમાં 4 ઈંચ અને મહીસાગરના કડાણામાં 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
આ તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો
દાંતામા 202 મિ.મી.,વડગામમાં 100 મિ.મી., કડાણામાં 84 મિ.મી., શેહરામાં 71 મિ.મી., તિલકવાડામાં 67 મિ.મી., ખાનપુરમાં 57 મિ.મી., કથલાલમાં 51 મિ.મી., ગલતેશ્વરમાં 49 મિ.મી., પાલનપુરમાં 47 મિ.મી., કુકરમુંડામાં 47 મિ.મી., કપરાડામાં 45 મિ.મી., ઠાસરામાં 45 મિ.મી., ઉમરપાડામાં 40 મિ.મી., નાંદોદમાં 39 મિ.મી., ઝઘડિયામાં 34 મિ.મી., ઉમરગામમાં 31 મિ.મી. ખેડબ્રહ્મામાં 31 મિ.મી., હાલોલમાં 31 મિ.મી અને સતલાસણામાં 30 મિ.મી. વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગ અનુસાર આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરત, નર્મદા, તાપી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચમાં વરસાદ પડી શકે છે.
છઠ્ઠીથી આઠમી જુલાઈ દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, વડોદરા, તાપી, સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટમાં હવળોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.






