VIDEO : સુરત શહેર-જિલ્લામાં બે દિવસ ભારે વરસાદની આગાહી, કામ વગર બહાર ન નીકળવા કલેક્ટરની અપીલ
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી 3-3 સાઈક્લોનિકલ સર્ક્યુલેશન સિસ્ટમ એક્ટિવ થતાં ભારે વરસાદ વરસી રહ્યો
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી 3-3 સાઈક્લોનિકલ સર્ક્યુલેશન સિસ્ટમ એક્ટિવ થતાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે પણ બે ત્રણ દિવસથી રેડ એલર્ટ જાહેર કર્યું હતું. ગઈકાલે સુરતના ઉમરપાડા 12 તથા વિજાપુરમાં લગભગ 8 ઈંચ સુધી વરસાદ ખાબક્યાં બાદ વાપી-વલસાડનો વારો પડી ગયો છે.
હવામાન વિભાગે સુરત શહેર અને જિલ્લામાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત ઉકાઈડેમમાંથી પણ સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. સુરત કલેક્ટર IAS સૌરભ પારાધીએ સુરત શહેર-જિલ્લામાં વસતા લોકોને આગામી બે દિવસ કામ વગર બહાર ન નીકળવા અપીલ કરી છે.




