મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ભારે વરસાદથી રેસકોર્સ વિસ્તારમાં પાણી ભરાયું

કોલકાતામાં ભારે વરસાદ બાદ રેસકોર્સ વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં સતત વરસાદને કારણે અનેક નીચાણવ

તસવીર: gstv

કોલકાતામાં ભારે વરસાદ બાદ રેસકોર્સ વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં સતત વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાતા વાહનવ્યવહારને પણ અસર થઈ છે અને લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે કોલકાતા સહિત દક્ષિણ બંગાળના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરી છે. બુધવારે કોલકાતામાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદ અને પાણી ભરાવાને કારણે શહેરમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. 

આ સમાચાર શેર કરો