VIDEO: લખનૌમાં ભારે વરસાદથી જૂના મકાનની દીવાલ ધરાશાયી
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં સતત પડી રહેલા ધોધમાર વરસાદને કારણે એક જર્જરિત મકાનની દીવાલ અચાનક ધર

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં સતત પડી રહેલા ધોધમાર વરસાદને કારણે એક જર્જરિત મકાનની દીવાલ અચાનક ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ભારે વરસાદના લીધે મકાનનું માળખું અત્યંત નબળું પડી ગયું હતું, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. દીવાલ તૂટી પડતાં જ આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક રહીશો અને રાહત ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થતાં અટકી ગઈ છે, પરંતુ મકાનને ભારે નુકસાન પહોંચ્યું છે. સતત થઈ રહેલા વરસાદને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ લોકોને આવા જર્જરિત બાંધકામોથી દૂર રહેવા અને સુરક્ષિત સ્થળોએ આશ્રય લેવાની અપીલ કરી છે.




