VIDEO: ખેડાના કપડવંજમાં આંગણવાડીના નાસ્તામાંથી નીકળી ઈયળો, વાલીઓમાં ભારે આક્રોશ ફેલાયો.
ખેડાના કપડવંજ તાલુકાના આંતરસુંબા ગામે આંગણવાડીમાં માસૂમ બાળકોના આરોગ્ય સા

ખેડાના કપડવંજ તાલુકાના આંતરસુંબા ગામે આંગણવાડીમાં માસૂમ બાળકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં વિતરણ કરાયેલા નાસ્તાના ઢોકળામાંથી ઈયળો નીકળતા વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. સવારે અગિયાર વાગ્યે GSTV ની ટીમ સ્થળ પર પહોંચી ત્યારે ૧૪ બાળકોની નોંધણી સામે આંગણવાડીમાં એક પણ બાળક હાજર નહોતું અને વર્કર મહિલા ગાયબ જણાઈ હતી. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે અહીં સરકારી રાશન સગેવગે કરવામાં આવે છે અને ગરીબ બાળકોના જીવ સાથે રમત રમાઈ રહી છે. સમગ્ર મામલે CDPO દ્વારા નોટિસ આપવામાં આવી છે, ત્યારે હવે તંત્ર આ બેદરકાર કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.




