VIDEO: અગનભઠ્ઠીમાં શેકાયું અમદાવાદ, શહેરના વ્યસ્ત માર્ગો પણ બપોરે તદ્દન સુમસામ
અમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે અને સમગ્ર શહેર હાલ અગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ
અમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે અને સમગ્ર શહેર હાલ અગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આકાશમાંથી અગનગોળા વરસતા મહત્તમ તાપમાનનો પારો ૪૪ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. સવારથી જ શરૂ થતા અસહ્ય ઉકળાટ અને બપોરના સમયે ફૂંકાતા ગરમ લૂના કારણે અમદાવાદીઓએ બિનજરૂરી બહાર નીકળવાનું ટાળ્યું છે, જેના લીધે શહેરના વ્યસ્ત રાજમાર્ગો પણ બપોરે તદ્દન સુમસામ નજરે પડી રહ્યા છે.



