મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gujaratમાં આગામી 48 કલાક હિટવેવની આગાહી, તાપમાન 41 થી 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા

હવામાન વિભાગે રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી આપી છે. આગામી 48 કલાક દરમિયાન હિટ

હવામાન વિભાગે રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી આપી છે. આગામી 48 કલાક દરમિયાન હિટવેવની આગાહી કરવામાં આવી છે. આજે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, પાટણ અને સુરત જિલ્લામાં હિટવેવની શક્યતા છે. જ્યારે આવતીકાલે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, પાટણ, બોટાદ અને અમદાવાદમાં હિટવેવનો પ્રભાવ જોવા મળી શકે છે. તાપમાન 41 થી 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.  

આ સમાચાર શેર કરો