VIDEO: રાજકોટમાં વધતા તાપમાનને પગલે આરોગ્ય વિભાગે સાબદું, નાગરિકોને કરી આ અપીલ
રાજકોટમાં વધતા તાપમાનને પગલે મનપાના આરોગ્ય વિભાગે દોઢ લાખ નાગરિકોને મેસેજ મોક
રાજકોટમાં વધતા તાપમાનને પગલે મનપાના આરોગ્ય વિભાગે દોઢ લાખ નાગરિકોને મેસેજ મોકલી સાવચેત કર્યા છે. તંત્રએ લોકોને બપોરે ૧ થી ૪ વાગ્યા દરમિયાન કામ વગર બહાર ન નીકળવા અને શ્રમિકોને વિરામ આપવા અપીલ કરી છે. ડિહાઇડ્રેશનથી બચવા માટે પૂરતા પ્રમાણમાં પાણી, લીંબુ શરબત અને ફળોના જ્યુસ પીવા તેમજ હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા સૂચના અપાઈ છે. ગરમીના વધતા પારા વચ્ચે તબિયત ન બગડે તે માટે નાગરિકોને આ એડવાઇઝરીનું ચુસ્ત પાલન કરવા જણાવાયું છે.


