VIDEO: હળવદ પંથકમાં વિજ ચેકિંગ દરમિયાન માથાકુટ, પોલીસ સ્ટેશને પહોંચી ઘટના
હળવદ તાલુકાના મિયાણી ગામમાં વિજ ચેકિંગ દરમિયાન ઘર્ષણ થયું હતું. વીજ ચેકિંગ કર્મીઓ સાથે રહેલા SRP જવાનો સાથ
હળવદ તાલુકાના મિયાણી ગામમાં વિજ ચેકિંગ દરમિયાન ઘર્ષણ થયું હતું. વીજ ચેકિંગ કર્મીઓ સાથે રહેલા SRP જવાનો સાથે ગ્રામજનોએ માથાકુટ કરી હતી. આ દરમિયાન ગ્રામજનોએ ધમકી આપતા કહ્યું કે, 'ઘરને સીલ મારવું હોય તો મારીને જતા રહો. અડધી રાત્રે આ રીતે તમે કોઇના ઘરમાં ઘુસી જાવ છો'.વીજ ચેકિંગ દરમિયાન માથાકુટ બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. PGVCLના નાયબ કાર્યપાલક ઇજનેરે પોલીસ મથકે અરજી કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.




