VIDEO: ચુડા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રાજેશ મીઠાપરાએ કરી આત્મહત્યા
ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળત
ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રાજેશ મીઠાપરાએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું, જેનાથી પોલીસ વિભાગ અને પરિવારમાં શોકનું મોજું ફેલાયું હતું.
હેડ કોન્સ્ટેબલ રાજેશે ગોખરવાડા ગામે ઝેરી દવા પી લીધી
હેડ કોન્સ્ટેબલ રાજેશે ગોખરવાડા ગામે ઝેરી દવા પી લીધી હતી, અને તેમને તાત્કાલિક સુરેન્દ્રનગર મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડાયા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટનાની જાણ થતાં DYSP સહિત પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા. આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે, અને પોલીસે તપાસ શરૂ કરી છે.




