મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: હર્ષ સંઘવીએ વાવ બેઠકના કોંગ્રેસના ઉમેદવારને આયાતી ગણાવ્યા

વાવ વિધાનસભા બેઠક પર 13 નવેમ્બરે પેટા ચૂંટણી માટે મતદાન યોજાશે. વાવ બેઠકને જીતવા માટે ભાજપ-કોંગ્રેસ

વાવ વિધાનસભા બેઠક પર 13 નવેમ્બરે પેટા ચૂંટણી માટે મતદાન યોજાશે. વાવ બેઠકને જીતવા માટે ભાજપ-કોંગ્રેસની સાથે અપક્ષ ઉમેદવાર પણ મેદાનમાં છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વાવ વિધાનસભા બેઠક પર કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન હર્ષ સંઘવીએ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુત પર પ્રહાર કર્યા હતા.

હર્ષ સંઘવીએ ગુલાબસિંહ રાજપુતને આયાતી ગણાવ્યા

રાજ્યગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે," કોંગ્રેસી નેતૃત્વ દ્વારા વાવના લોકોને વિકાસના કામોથી વંચિત રાખવા માટે જાણી જોઇને પ્રયાસો કરવામાં આવેલા. આ વર્ષે ફરી એકવાર વાવ વિધાનસભાના સૌ મતદાતાઓને ખુબ સરસ અવસર પ્રાપ્ત થયો છે.વાવના નાગરિકોએ નક્કી કરી લીધુ છે કે વાવના પોતાના દિકરાને જીતાડીને ગુજરાતની વિધાનસભામાં વાવના સૌ નગરજનોના વધુમાં વધુ કામ થાય અને વિકાસની યોજનાઓના લાભ મળે તે માટે નરેન્દ્રભાઇ-ભૂપેન્દ્રભાઇના હાથ મજબૂત કરવા માટે તૈયાર થઇ ચુક્યા છે."

આ પણ વાંચો: VIDEO: 'સીઆર પાટીલનો પાવર ઉતારવાનો છે', ભાજપના બળવાખોર નેતાનો હુંકાર

વાવ બેઠક પર પેટા ચૂંટણીમાં કોંગ્રેસ અને અપક્ષ જ વચ્ચે જ મુકાબલો હોવાની વાતને લઇને હર્ષ સંઘવીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. હર્ષ સંઘવીએ કહ્યું કે, "કોંગ્રેસના ઉમેદવાર જ વાવના નથી તો શું કહીએ. વાવના કોંગ્રેસના નેતાઓને જઇને પૂછો કે શું દુ:ખ છે."

આ સમાચાર શેર કરો