VIDEO: હાલોલની દીકરી વિશ્વાએ SSCમાં ટ્યુશન ક્લાસ વગર 96 ટકા મેળવ્યા, પરિવારમાં હર્ષની લાગણી
હાલોલમાં સામાન્ય પરિવારની દીકરી વિશ્વા કાછીયાએ ટ્યુશન ક્લાસ વગર માત્ર શાળાના શિક્ષણ
હાલોલમાં સામાન્ય પરિવારની દીકરી વિશ્વા કાછીયાએ ટ્યુશન ક્લાસ વગર માત્ર શાળાના શિક્ષણના જોરે ધોરણ-10માં 96 ટકા અને 99થી વધુ પર્સન્ટાઈલ મેળવી અદભૂત સિદ્ધિ હાંસલ કરી છે. વિશ્વાના પિતા સ્પીકર રિપેરિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આર્થિક સ્થિતિ સામાન્ય હોવા છતાં, વિશ્વાએ હિંમત હાર્યા વગર દરરોજ શાળામાં ભણાવેલા વિષયોનું ઘરે 4 કલાક નિયમિત રિવિઝન કરીને આ સફળતા મેળવી છે. તેની આ સિદ્ધિથી પરિવાર અને શિક્ષકોમાં ભારે હર્ષની લાગણી ફેલાઈ છે.


