VIDEO: ગુજરાત યુનિવર્સિટીની ગંભીર બેદરકારી ઉઘાડી: ૧૮૭ સિક્યુરિટી ગાર્ડનું પોલીસ વેરિફિકેશન જ ગાયબ!
અમદાવાદના આનંદનગરમાં બનેલી દુષ્કર્મની ઘટના બાદ ગુજરાત

અમદાવાદના આનંદનગરમાં બનેલી દુષ્કર્મની ઘટના બાદ ગુજરાત યુનિવર્સિટીની ગંભીર બેદરકારી સામે આવતાં NSUI દ્વારા સત્તાધીશો સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. યુનિવર્સિટી કેમ્પસમાં ફરજ બજાવતા ૧૮૭ જેટલા સિક્યુરિટી ગાર્ડ્સમાંથી ગઈકાલ સુધી એકપણ ગાર્ડનું પોલીસ વેરીફિકેશન થયું ન હોવાનો સનસનાટીભર્યો આક્ષેપ કરાયો છે. હજારો વિદ્યાર્થીનીઓ કેમ્પસ અને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હોવા છતાં છેલ્લા એક વર્ષથી સિક્યુરિટીના પોલીસ વેરીફિકેશન પ્રત્યે દાખવવામાં આવેલી ઘોર બેદરકારી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે રમત રમતી હોવાનો આરોપ મૂકી NSUI દ્વારા સંબંધિત સિક્યુરિટી એજન્સીનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક રદ કરવાની માંગ કરવામાં આવી છે.




