મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અસુરક્ષિત ફૂડ માફિયાઓ પર કડક અંકુશની ભગવા સેનાની માંગ. ગુજરાતમાં તુકારામ મૂંડે જેવા અધિકારીની માંગ

અમદાવાદની આનંદ નિકેતન શાળાની કેન્ટીન અને દહેગામમ

તસવીર: gstv

અમદાવાદની આનંદ નિકેતન શાળાની કેન્ટીન અને દહેગામમાં ઘીની ફેક્ટરી સહિતના  ખાદ્ય પદાર્થો સામે લાલબત્તીને લઈને ભગવા સેનાએ મોરચો ખોલ્યો છે..તેમજ આ પ્રકારના અસુરક્ષિત ફૂડ માફિયાઓ પર કડક અંકુશ લાવવા માટે મહારાષ્ટ્રના અધિકારી તુકારામ મૂંડે જેવા આઈ.એ.એસ. અધિકારીની ગુજરાતમાં નિયુક્તિની માંગ કરી છે.. ઉલ્લેખનીય છે કે તુકારામ મૂંડેએ પોતાના ૨૧ વર્ષના કાર્યકાળમાં નિષ્પક્ષ અને ઈમાનદાર કામગીરી કરવાના લીધે ૨૫ વખત બદલીઓનો સામનો કર્યો છે. ભગવા સેનાએ ગુજરાત સરકારને અપીલ કરી છે કે જન આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે આવા અધિકારીને જવાબદારી સોંપવામાં આવે.

આ સમાચાર શેર કરો