મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

“દીકરીઓ અસુરક્ષિત કેમ? AAPનો ભાજપ સરકારને સણસણતો સવાલ”

બળાત્કારની ઘટનાઓ મુદ્દે AAP મહિલા મોરચાનો સરકાર પર પ્રહાર ગુજરાતમાં મહિલાઓ અને દ

તસવીર: Dhaval Barot

બળાત્કારની ઘટનાઓ મુદ્દે AAP મહિલા મોરચાનો સરકાર પર પ્રહાર

ગુજરાતમાં મહિલાઓ અને દીકરીઓની સુરક્ષાને લઈને આમ આદમી પાર્ટીએ ભાજપ સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે. AAP મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ પાયલ સાકરીયાએ રાજ્યમાં સતત બની રહેલી દુષ્કર્મની ઘટનાઓને લઈને સરકારની કાયદો-વ્યવસ્થા પર આકરા પ્રહાર કર્યા છે.

પાયલ સાકરીયાના આક્ષેપ મુજબ, માત્ર બે દિવસમાં ત્રણ દીકરીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે, જેમાં એક દીકરીનું મોત થયું છે. તેમણે આણંદમાં ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓ પર એક દીકરી સાથે બળાત્કારનો આરોપ લગાવ્યો છે. તેમજ ગાંધીનગર અને અમદાવાદમાં બનેલી દુષ્કર્મની ઘટનાઓનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે.

પાયલ સાકરીયાએ સવાલ કર્યો કે, 30 વર્ષથી સરકારમાં હોવા છતાં ગુજરાતની મહિલાઓ સુરક્ષિત કેમ નથી? રાજ્યમાં હેવાનોને કાયદાનો ડર કેમ નથી?

AAPએ સરકારને મહિલાઓની સુરક્ષા માટે તાત્કાલિક એક્શન પ્લાન બનાવી, આવી ઘટનાઓને રોકવા કડક પગલાં ભરવાની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો