મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં મેઘ મહેર, ઉમરપાડામાં સૌથી વધુ 14 ઈંચ, નેત્રંગમાં સાડા સાત ઈંચ

ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં મેઘમહેર થઈ છે.

ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં મેઘમહેર થઈ છે. જેમાં સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 14 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. 

ભરૂચના નેત્રંગમાં સાડા સાત ઈંચ

ભરૂચના નેત્રંગમાં સાડા સાત ઈંચ, નર્મદાના ગરુડેશ્વરમાં પોણા છ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત 72 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ,છોટા ઉદેપુર, દિવ અને દમણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ છે.

આ ઉપરાંત પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. આગામી છ દિવસ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક એટલે કે 75થી 100 ટકા વિસ્તારમાં વરસાદની પણ આગાહી છે.

આ સમાચાર શેર કરો